શરીરમાં હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ કિડનીની સમસ્યા પેદા કરી શકે છે. આ સિવાય શરીરમાં નબળાઈ પણ અનુભવાય છે માટે તેનું સ્તર જાળવી રાખવું તે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણુ જરુરી છે. આવો જાણીએ કેવા ફળો અને ખોરાકનું સેવન કરીને તમે હિમોગ્લોબિન વધારી શકો છો
બીટમાં આયર્ન સારી માત્રામાં રહેલું હોય છે આનું સેવન કરવાથી હિમોગ્લોબિન વધારી શકાય છે. બીટના પાન ખાવા પણ ઘણા ફાયદાકારક હોય છે આમાં ત્રણગણું આયર્ન રહેલું હોય છે
પિસ્તામાં 30 પ્રકારના વિટામીન મળી આવે છે. આમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.
દાડમ પણ પૌષ્ટીક ફળ છે તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી ઉપરાંત અને સારી માત્રામાં આયર્ન રહેલુ હોય છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં બે ચમચી દાડમનો પાવડર ભેળવીને પીવાથી હિમોગ્લોબિન વધારી શકાય છે.
એનિમિયા જેવી બીમારીમાં સફરજન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.
હિમોગ્લોબિનની ઉણપના કિસ્સામાં, પાલકનું સેવન કરવાથી શરીરમાં તેની ઉણપને દૂર કરી શકાય છે. પાલકનું શાક, તેનો જ્યુસ અથવા તેના પરાઠા બનાવીને ખાઈ શકાય છે
લીંબુને વિટામિન સીનો સારો સ્રોત માનવમાં આવે છે, તેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે. લીંબુંનો ઉપયોગ તમે ખાવામાં અથવા તેનો શરબત બનાવીને કરી શકો છો
આમળા અને જાંબુમાં પણ વધુ પ્રમાણમાં આર્યનું રહેલું હોય છે, આનો રસ પીવાથી હિમોગ્લોબિનનું સ્તર વધારી શકાય છે.