જો કઠોળ અથવા ચોખાને લાંબા સમય સુધી સંગ્રહ કરી રાખવામાં આવે તો તેમાં જીવાત પડે છે. આ સિવાય તેમાં કાંકરા અને બીજા ગંદકી પણ રહે છે. આમ દાળને સાફ કરવામાં સમય અને મહેનત વધારે લાગે છે. આ સ્ટોરીમાં આપણે દાળને સરળતાથી સાફ કરવાની રીત વિશે જાણીશું
આખી હળદરની ગંધ તીવ્ર હોય છે, જેના લીધે કઠોળમાંથી જંતુઓ તરત ભાગી જાય છે. આ માટે કઠોળમાં હળદરના કેટલાક ટુકડા નાખી દો જેથી તેમા જીવાત ભાગી જાય.
લસણમા પણ તીવ્ર ગંધ રહેલી હોય છે જે જંતુઓને દૂર ભગાડવામાં મદદ કરે છે. આ માટે તમે અનાજમાં આખું લસણ મૂકો શકો છો
જ્યારે કઠોળ અને અનાજને લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમા ભેજને લીધે જીવાત પડવાની શક્યતા વધારે રહે છે. આ સમસ્યાના નિવારણ માટે બે કિલો દાળમાં એક ચમચી સરસવનું તેલ મિક્સ કરો અને કઠોળને તડકામાં સૂકવીને સ્ટોર કરો.
1)થાળીમાં કઠોળ કાઢીને, તમે તેમાંથી કાંકરા અથવા ગંદકી દૂર કરી શકો છો. 2) કઠોળને જમીન પર અથવા મોટી ટ્રેમાં ફેલાવીને કાંકરા ઝડપથી દૂર કરી શકાય છે. 3) જો કઠોળમાં માટી હોય તો કઠોળને બે-ત્રણ વાર ધોઈ લો.