ઢાબા પર મળતી દાળ સૌને ઘણી પસંદ આવતી હોય છે, આવીજ દાળ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો, આ સ્ટોરીમાં આપણે ઢાબા સ્ટાઈલની સરળ દાળ બનાવવાની રેસિપી વિશે જાણીશું.
દાળ - 150 ગ્રામ, ટામેટા - 2, ડુંગળી - 1, દેશી ઘી - 2 ચમચી, આદુ અને લીલા મરચા - 2
ધાણા પાવડર - 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ, લાલ મરચું, ગરમ મસાલો - 1/2 ચમચી, હળદર પાવડર - 1 ચમચી હિંગ - 1/8 ચમચી, જીરું - 1/2 ચમચી
દાળને ચારથી પાંચ કલાક પલાળી રાખો, ત્યારબાદ કુકરમાં બે કપ પાણી, સ્વાદ મુજબ હળદર અને મીઠું નાખી ગેસ પર રાંધવા મૂકી 4 સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
એક પેનમાં બે ચમચી ઘી નાખી તેમા તજ ફ્રાય કરી લો. આ પછી, કડાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું, છીણેલું આદુ ઉમેરીને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. મસાલો થઈ જાય ત્યારે ત્યારપછી તેમાં ટામેટા ઉમેરો
ટામેટાં ઉપર ગરમ મસાલો, ધાણા પાવડર અને હળદર પાવડર ઉમેરીને બરાબર પકાવો. ત્યારપછી બાફેલી ચણાની દાળ ઉમેરો.
આ પછી છેલ્લે એક પેનમાં ઘી ગરમ કરો. ગરમ ઘીમાં લાલ મરચું, હિંગ અને જીરું નાખીને સાંતળો. બસ દાળ ફ્રાય તૈયાર છે. તેને ભાત અથવા રોટલી સાથે સર્વ કરો.