આઝાદી પહેલાં જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં બનાવમાં આવેલા સક્કરબાગ ઝૂમાં અનેક પ્રજાતીઓના વન્યપ્રાણી વસવાટ કરે છે. જેને જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે.
2 થી 8 ઓક્ટોબર દરમિયાન સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ મફતમાં મુલાકાત લઈ શકશે.
આગામી 2 થી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંદર્ભે મુલાકાતીઓને નિ શુલ્ક પ્રવેશ અપાશે.
સક્કરબાગ આશરે 198 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં દરે વર્ષે અસંખ્ય પ્રવાસીઓ મુલાકાતે આવે છે.
જૂનાગઢના સક્કરબાગમાં એશિયાઇ સિંહ મુખ્ય આકર્ષણ છે.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, સરીસૃપ વગેરે, પ્રાણીઓ જોવા મળે છે.
ઘોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા વિદ્યાર્થીઓએ શાળા મારફતે જ અરજી કરવાની રહેશે.
નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,ટ્રેઝર હન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ 30 સપ્ટેમ્બર સુધી ફોર્મ સબમિટ કરીને સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.