Rajkot Places: રાજકોટમાં ફરવા લાયક અદ્ભુત લોકેશનની યાદી


By Vanraj Dabhi15, Sep 2024 11:22 AMgujaratijagran.com

રાજકોટમાં ફરવાના સ્થળો

રાજકોટને રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, રાજકોટવાસીઓ ખાણી-પીણી અને ફરવાના શોખીન છે, તેથી અહીં અઢળક ફરવા લાયક લોકેશન છે, ચાલો જાણીએ.

શ્રી રામકૃષ્ણ આશ્રમ

આ લોકેશન રાજકોટ શહેરના ડો યાજ્ઞિક રોડ પર આવેલ છે.

વોટ્સન મ્યુઝિયમ

રાજકોટ શહેરની મધ્યમાં જ્યુબિલી ગાર્ડન પાસે આ મ્યુઝિયમ આવેલ છે.

રામવન

રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પરના આજી ડેમ પાસે આવેલ પ્રભુ શ્રી રામના જીવન અને રામાયણના પ્રસંગો પર આધારિત થીમ પાર્ક છે.

કબા ગાંધીનો ડેલો

શહેરના ધર્મેન્દ્ર રોડ પર કડિયા નવલાઇન ખાતે આ લોકેશન આવેલ છે.

પ્રદ્યુમન પાર્ક

રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ નજીક, લાલપરી તળાવ પાસે આ લોકેશન આવેલ છે.

અટલ સરોવર

રાજકોટ શહેરના નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આવેલ છે, જ્યાં તમે ફાઉન્ટેન લેઝર લાઈટ શો સહિત ઘણી રાઈડ્સનો આનંદ માણી શકો છો.

રોટરી ડોલ્સ મ્યુઝિયમ

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર નાગરિક બેંક બિલ્ડીંગ ખાતે આ આવેલ છે.

ઇશ્વરીયા પાર્ક

રોજકોટની ભાગોળે આ નયન રમ્ય લોકેશન આવેલ છે.

ઘેલા સોમનાથ મંદિર

રોજકોટથી થોડે દૂર જસદણની બાજુમાં આ સુંદર મહાદેવનું મંદિર આવેલ છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Surat Places: સુરતમાં ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળોની યાદી