Surat Places: સુરતમાં ફરવાલાયક શ્રેષ્ઠ સ્થળોની યાદી


By Vanraj Dabhi14, Sep 2024 03:16 PMgujaratijagran.com

સુરતમાં ફરવાના સ્થળો

સુરત પ્રવાસ દરમિયાન તમે આ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

ડુમસ બીચ

સુરત શહેરનો ડુમસ બીચ ખૂબ જ લોકપ્રિય છે, અહીં દરરોજ અસંખ્ય પ્રવાસીઓ મુલાકાતે આવે છે.

શ્યામા પ્રસાદ પ્રાણી સંગ્રહાલય

સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા જકાતનાકા પાસે આવેલ શ્યામા પ્રસાદ પ્રાણી સંગ્રહાલય જે સુરત અને બહારના લોકો માટે ફરવા માટે બેસ્ટ છે.

ક્રિષ્ના નેચર પાર્ક

સુરત શહેરમાં આવેલ લોકપ્રિય ક્રિષ્ના પાર્કમાં તમે રંગબેરંગી પક્ષીઓ જોવા મળશે.

ઐતિહાસિક કિલ્લો

સુરત શહેરમાં ચોક બજાર ખાતે 16મી સદી વખતનો વર્ષો જુનો ઐતિહાસિક કિલ્લો જોવા લાયક છે.

ગલતેશ્વર મહાદેવ

સુરત શહેરમાં આવેલ ગલતેશ્વર મહાદેવનું મંદિર ધર્મપ્રેમી જનતા માટે બેસ્ટ લોકેશન છે.

કર્મનાથ મહાદેવ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલ કર્મનાથ મહાદેવનું મંદિર ભક્તોને કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ

સુરતમાં કતારગામના વેડ રોડ પર આવેલ ધર્મપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર છે.

એક્વેરિયમ

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલ એક્વેરિયમ મ્યુઝિયમમાં નાની-મોટી મછલીઓ જોવા મળશે.

ગોપી તળાવ

સુરત શહેરનું વર્ષો જૂનું ગોપી તળાવમાં બાળકો માટે અનેક રાઈડ છે, અહીં લાખો પર્યટકો મુલાકાતે આવે છે.

ફ્લાવર ગાર્ડન

સુરત શહેરના ડીંડોલી વિસ્તામાં ખૂબ જ સુંદર અને વિશાળ ફ્લાવર ગાર્ડન આવેલ છે.

સપ્ટેમ્બર, રાજસ્થાનના આ સ્થળોની મુલાકાત લેવા માટેનો છે પરફેક્ટ સમય