સપ્ટેમ્બરમાં રાજસ્થાનના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો કારણ કે આ સમયે ત્યાંનું હવામાન સુખદ હોય છે અને પ્રવાસીઓની ભીડ પણ ઓછી હોય છે.
જયપુરમાં તમે આમેર કિલ્લો, હવા મહેલ અને સિટી પેલેસ જેવા ઐતિહાસિક સ્થળોની વિઝીટ કરી શકો છો. ચોમાસા પછી અહીંનું વાતાવરણ સુખદ રહે છે જેથી તમે આઉટડોર એક્ટીવીટ કરી શકો છો
ઉદયપુરમાં લેક પેલેસ, સિટી પેલેસ, જગ મંદિર અને લીલી-છમ તળાવોની મુલાકાત તમારી માટે અદ્ભૂત અનુભવ બની રહેશે. ચોમાસા પછીની લીલોતરી અને શાંતિપૂર્ણ વાતાવરણ તમારી મુલાકાતને વધું આહ્લાદાયક બનાવશે
જોધપુરમાં તમે વિશાળ મેહરાનગઢ કિલ્લોની મુલાકાત લઈ શકો છો અને ત્યાનાં બજારોમાં લોકલ અને ટ્રેડીશનલ વસ્તુઓની શોપીંગ કરી શકો છો
શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ માટે તમે પવિત્ર પુષ્કર તળાવ અને ભ્રમ્મા મંદિર જેવી સ્થાનિક જગ્યાઓની મુલાકાત લઈ શકો છો
જો તમને વાઈલ્ડ લાઈફમાં રસ હોય તો રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત તમારી માટે આનંદદાયક રહેશે: ચોમાસા પછી લીલોતરી અને પ્રકૃતિમાં સુંદરતા વચ્ચે તમે શાંતિપૂર્ણ સફારીનો આનંદ માણી શકો છો