ભારતના 7 આઇકોનિક મુઘલ સ્મારકો વિશે જાણો


By Smith Taral10, Sep 2024 04:14 PMgujaratijagran.com

ભારતમાં મુઘલ સામ્રાજ્યની છાપ તેના સ્થાપત્યમાં પણ જોવા મળે છે. મુઘલો એ તેમના શાસન દરમિયાન ઘણા સ્મારકોનું નિર્માણ કરાવ્યું હતું જે તેની સંસ્કૃતિ, કળા, અને આધ્યાત્મિક વારસાને દર્શાવે છે. આવો જોઈએ 7 આઇકોનિક મુઘલ સ્મારકો વિશે જેને નિહાળવા મુલાકાતીઓ દેશ વિદેશથી આવે છે.

તાજમહેલ, આગ્રા

આ વિશ્વપ્રસિદ્ધ મુઘલ સમાધિ શાહજહાંએ તેમની પત્ની મુમતાઝ માટે બનાવી હતી. આ સંપુર્ણ આરસપહાણથી બનાવવામાં આવ્યું છે અને ડિઝાઇન તેને વિશ્વના નવ સાત અજાયબીઓમાં સ્થાન આપે છે.

લાલ કિલ્લો, દિલ્હી

લાલ કિલ્લો લગભગ 200 વર્ષ સુધી મુઘલ સમ્રાટોનું નિવાસસ્થાન હતું. તેની શિલ્પ કારીગરી અને ભવ્ય ઈતિહાસ મુઘલના સામ્રાજ્યની શાન બતાવે છે.

ફતેહપુર સિકરી

એક સમયે મુઘલ સામ્રાજ્યની રાજધાની રહેલું ફતેહપુર સિકરી એ અકબરના સમયમાં બાંધવામાં આવ્યું હતું.

હુમાયુની કબર, દિલ્હી

ભારતનો પ્રથમ બગીચો અને હુમાયુની કબર, બેગા બેગમ દ્વારા બનાવામાં આવી હતી. તેની ડિઝાઇન તાજમહેલને મળતી આવે છે તેવું માનવામાં આવે છે.

આગ્રાનો કિલ્લો, આગ્રા

મુઘલ સમ્રાટોના શક્તિશાળી કિલ્લાઓમાંનું એક, આગ્રાનો કિલ્લો એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

જામા મસ્જિદ, દિલ્હી

જામા મસ્જિદ શાહજહાંની પ્રભાવશાળી રચનામાંથી એક છે. તે તેની વિશાળતા અને આગવી રચના માટે દુનિયાભરમાં જાણીતી છે.

બુલંદ દરવાજા, ફતેહપુર સિકરી

વિશ્વનો સૌથી ઊંચો પ્રવેશદ્વાર, બુલંદ દરવાજા, અકબરની યાદમાં બાંધવામાં આવ્યો હતો. તેની ઊંચાઈ અને આર્કિટેક્ચર તેને અનોખું બનાવે છે.

દુર્લભ પ્રાણી, બ્લેક પેન્થર ભારતના આ 7 નેશનલ પાર્કમાં જોવા મળે છે