દુર્લભ પ્રાણી, બ્લેક પેન્થર ભારતના આ 7 નેશનલ પાર્કમાં જોવા મળે છે


By Smith Taral10, Sep 2024 03:30 PMgujaratijagran.com

બ્લેક પેન્થર બાકી પ્રાણીઓ કરતા ઘણું અલગ પ્રાણી છે તેની કાળી ચમકતી ચામડી તેને બીજા પ્રાણીઓ કરતા અલગ અને દુર્લભ બનાવે છે. જો તમે આ અદ્ભુત પ્રાણી જોવા માંગતા હોવ તો તમારે આ નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ, અહીં તમે નેચરની સુંદરતા વચ્ચે આ વાઈલ્ડ એનિમલ જોઈ શકો છો.

માનસ નેશનલ પાર્ક, આસામ

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ માનસ નેશનલ પાર્ક તેની અલગ અલગ જૈવવિવિધતા માટે જાણીતું છે. આ શાંત પાર્કમાં બ્લેક પેન્થર વહેલી સવારે અથવા મોડી સાંજે જોવા મળી શકે છે.

તાડોબા અંધેરી ટાઇગર રિઝર્વ, મહારાષ્ટ્ર

તાડોબા રિઝર્વ તેની વાઘ માટે જાણીતું છે, અને અહીં બ્લેક પેન્થર જોવાની તક મળી શકે છે. અહીં સફારીમાં ઉનાળામાં અથવા મોનસૂન બાદ આ પ્રાણીના દર્શન થાય છે.

નાગરહોલ નેશનલ પાર્ક, કર્ણાટક

નાગરહોલની લીલાછમ જંગલોમાં બ્લેક પેન્થર જોવા મળતા હોય છે. ખાસ કરીને કાબિની નજીકના વિસ્તારોમાં આ પ્રાણી મોનસૂન બાદ વધુ જોઈ શકાય છે.

ભદ્રા વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી, કર્ણાટક

ભદ્રા વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી વિવિધ પ્રજાતીના વૃક્ષોથી ભરેલું જંગલ છે જે બ્લેક પેન્થર માટે પરફેક્ટ જગ્યા છે. વહેલી સવારે અને સાંજે પ્રવાસ દરમિયાન આ દુર્લભ પ્રાણી જોવા મળે છે.

દાંડેલી વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી, કર્ણાટક

દાંડેલીના શાંત જંગલોમાં વાઈલ્ડ કેટ જોવા મળતી હોય છે. બ્લેક પેન્થર અહીં શાંત વાતાવરણમાં વિહરતા મોડી બપોરે અથવા સાંજે જોવા મળે છે.

કબિની વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી, કર્ણાટક

કબિની વાઈલ્ડલાઈફ સેન્ક્ચુરી બ્લેક પેન્થર માટે અત્યંત પ્રખ્યાત છે. મોનસૂન પછીનો સમય બ્લેક પેન્થર જોવા માટે શ્રેષ્ઠ છે, ખાસ કરીને જ્યારે તે પોતાના શિકાર પર નીકળી હોય.

પેંચ નેશનલ પાર્ક, મધ્ય પ્રદેશ

પેંચ નેશનલ પાર્કમાં ગાઢ જંગલો અને શાંત પર્યાવરણ બ્લેક પેન્થર રહેવા માટેનું અનુકૂળ સ્થળ છે ખાસ કરીને ઉનાળાના મહિના અથવા શિયાળાની શરૂઆતમાં આ પ્રાણી સવાર અને સાંજના સમયમાં સફારી દરમિયાન જોઈ શકાય છે.

સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં આવેલા આ હિલ્સની સ્ટેશનની મુલાકાત લોં