ઉનાળાના વેકેશનમાં વડોદરામાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો


By Vanraj Dabhi25, Mar 2025 09:57 AMgujaratijagran.com

પ્રવાસન સ્થળો

ઉનાળું વેકેશનમાં વડોદરામાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ, તો આજે અમે તમને કેટલાક જોવાલાયક સ્થળોની યાદી જણાવીશું.

લક્ષ્મી વિલાસ પેલેસ

વડોદરામાં 700 એકરમાં ફેલાયેલો આ ભવ્ય મહેલ આજે પણ ગાયકવાડના રાજવી પરિવારનું ઘર તરીકે ઓળખાય છે.

આજવા ગાર્ડન

વડોદરા ખાતે 132 વર્ષ જુનું આ આજવા સરોવર આવેલું છે, એક સમયે આખું વડોદરા આ સરોવરના પાણીથી તરસ છીપાવતું હતું.

ઇસ્કોન મંદિર

ભવ્ય રચનાને કારણે વિશાળ વિસ્તારમાં પથરાયેલ ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

અકોટા બ્રિજ

વડોદરા ખાતે ગુજરાતનો પ્રથમ ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ ઉપર કાર્યરત છે.

માંડવી ગેટ

વડોદરામાં મોગલ કાળથી ઐતિહાસિક માંડવી ગેટનું મહત્વ છે.

સુરસાગર

સુરસાગરમાં સુવર્ણ મઢીત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમા આવેલી છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા

આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત છે.

સયાજી બાગ

વડોદરા શહેર લીલાછમ બગીચાઓ માટે સયાજી બાગ બરોડા મ્યુઝિયમ જાણીતું છે.

ઇએમઇ મંદિર

સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ આ ઇએમઇ મંદિર વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલું છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં જોવાલાયક 10 ઐતિહાસિક પર્યટન સ્થળો