ઉનાળાના વેકેશનમાં સુરતમાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો


By Vanraj Dabhi25, Mar 2025 12:01 PMgujaratijagran.com

સુરત જોવાલાયક સ્થળો

સમર વેકેશનમાં સુરતમાં ફરવાના સ્થળો શોધી રહ્યા છો તો, આજે અમે તમને જણાવીશું કે સુરતમાં વેકેશન એન્જોય કરવાના સ્થળો.

સરથાણા નેચર પાર્ક અને પક્ષીઘર

સુરતમાં 81 હેકટરના વિસ્તારમાં ફેલાયેલ સરથાણા નેચર પાર્ક અને પક્ષીઘર એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં તેમે સરોવર, ઉદ્યાન, એક પક્ષીઘર તથા એક મનોરંજન પાર્કનો આનંદ માણી શકો છો.

સુંવાળી બીચ

સુંવાળી બીચ સુરત નજીક આવેલ એક દરિયાકિનારો છે,જે કાળી રેતી ધરાવે છે અને આ બીચ સુરતથી 25 કિમીના અંતરે આવેલ છે જે ભારતના સ્વચ્છ બીચમાં ગણાય છે.

સુરતનો કિલ્લો

16મી સદીમાં મોગલ સમ્રાટ અકબરના શાસનકાળમાં બનાવવામાં આવેલ આ કિલ્લાને રિયાસતગઢના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પોતાની ભવ્ય વાસ્તુકલા અને સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે.

ડુમસ બીચ

એક લાંબો-કાળા રેતીવાળો સમુદ્ર કિનારો છે. સનસેટ જોવા માટે એક લોકપ્રિય સ્થાન છે અને પર્યટકો વચ્ચે તે ખુબ જ લોકપ્રિય છે.

ગોપી તળાવ

ગોપી તળાવ સુરતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળો પૈકી એક છે, વર્ષ 1510માં મલિક ગોપી દ્વારા આ તળાવનું નિર્માણ કરાયું છે.

સરદાર પટેલ મ્યુઝિયમ

સરદાર પટેલ સંગ્રહાલય, એ ગુજરાતના સુરતમાં આવેલું એક સંગ્રહાલય છે. તેની સ્થાપના 1190માં કરવામાં આવી હતી.

જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ

જગદીશ ચંદ્ર બોઝ માછલીઘર સુરતના પાલ વિસ્તારમાં આવેલું છે. તે દેશનું પ્રથમ મલ્ટિડિસિપ્લિનરી અંડરવોટર એક્વેરિયમ છે.

તાપી રિવરફ્રન્ટ

સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના કિનારા પર 54 હેકટર જમીન આ રિવરફ્રન્ટ વિકસિત કરાયો છે.

ઉનાળાના વેકેશનમાં વડોદરામાં ફરવા માટે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો