ઉનાળાના વેકેશનમાં ભાવનગરનો પ્રવાસ કરવા માંગતા હોવ તો તમે આ 8 જોવાલાયક સ્થળોની સુંદરતા તમારું મન મોહી લેશે.
ભાવેણાવાસીઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ખૂબ જ આદર ધરાવે છે. તેમની સ્મૃતિમાં બનેવાયેલુ આ એક સંગ્રહાલય છે, જે તેના મુલાકાતીઓને ગાંધીજીના ઐતિહાસિક યુગ અને જીવનમાં ડોકિયુ કરાવે છે.
આ બીચ તેની એડવેન્ચર એક્ટિવિટી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં વિવિધ નવા નવા દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓનો લેન્ડિંગ અને લંચ પોઈન્ટ છે. તેથી શાંતિ અને એકાંત માટે ભાવનગરનું આ સૌથી બેસ્ટ સ્થળ છે.
આ ભારતની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક છે, જે બ્રિટિશ યુગની છે અને તેમાં ભાવનગરના ખૂણે-ખૂણા વિશે ઉપયોગી માહિતી સભર પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે.
ગૌરીશંકર તળાવ વિક્ટોરિયા નેશનલ પાર્કની મધ્યમાં આવેલું છે. જે ભાવનગરનું પ્રખ્યાત પિકનિક સ્પોટ પણ છે.
ગુજરાતનું પ્રખ્યાત મંદિરમાં સ્વામિનારાયણ જીને સમર્પિત છે, આ મંદિર ધાર્મિક, શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓનું સંયોજન પ્રદાન કરે છે. સ્થાનિક લોકો આ મંદિરને અક્ષરવાડી મંદિર કહે છે.
ભાવનગરનો આ પાર્ક ખૂબ જ પ્રખ્યાત છે અને દરેક પ્રવાસીઓ તેની અચૂક મુલાકાત કરે જ છે. આ પાર્કમાં મોર, નીલગાય, શિયાળ, ઘુવડ જેવા વન્યજીવો પણ જોવા મળે છે.
નીલમબાગ પેલેસ ભાવનગરમાં ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે. આ એક ઘર આધારિત સ્થળને હોટલને મુલાકાતી પ્રવાસીઓને આવકારે છે.