ઉનાળાના વેકેશનમાં ગુજરાતના શાંત અને સુંદર સ્થળોએ ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
અમદાવાદ તેની સંસ્કૃતિ, તેના આર્કિટેકચર અને અનેક બીજા મુખ્ય આકર્ષણો માટે જાણીતું છે. અહીં તમે મહાત્મા ગાંધીનો આશ્રમ, અક્ષરધામ મંદિર, તીન દરવાજા, સિદ્દી સૈયદની જાલી, ઝુલતા મિનાર, ભદ્રનો કિલ્લો, વગેરેની મુલાકાત લઈ શકો છો.
ગુજરાતના કચ્છનું રણ એ દેશના સૌથી મોટા સફેદ મીઠાના રણમાંનું એક છે તમે આની માર્ચમાં મુલાકાત લઈ શકો છો. અહીં સૂર્યાસ્તનો સમય આહ્લલાદાયક હોય છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહી તમે મંદિરમાંથી અરબી સમુદ્રના અદ્ભુત નજારાનો આનંદ લઈ શકો છો.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ભવ્ય એશિયાટિક સિંહ જોવા મળે છે. આ ટુરીસ્ટ ડેસ્ટીનેશનની તમે માર્ચમાં મુલાકાત લઈ શકો છો.
દ્વારકા ભારતના મુખ્ય હિંદુ તીર્થ સ્થળોમાંનું એક છે, તે ભગવાન કૃષ્ણના પવિત્ર શહેર તરીકે પ્રખ્યાત છે.
મરીન નેશનલ પાર્ક એક સુંદર ઉદ્યાન છે જ્યાં તમે કોરલ, ફિનલેસ પોર્પોઈઝ, સેઈ વ્હેલ, ઈન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન જેવા સીએનિમલ જોઈ શકો છો.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે જેની તમે માર્ચમાં મુલાકાત લેઈ શકો છો. સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટ અને હાટગઢ ફોર્ટ જેવા સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
પાટણમાં તમે તળાવો, કિલ્લાઓ અને અદભૂત મંદિરોથીની મુલાકાત લઈ શકો છો. પાટણમાં આવેલી રાણી કી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમા સ્થાન અપાયું છે.
ગુજરાતમાં તળાવોથી લઈને રાષ્ટ્રીય ઉદ્યાનો, હેરિટેજ સ્થળો, મંદિરો અને દરિયાકિનારાની કોઈ કમી નથી, તમે માર્ચમાં ગુજરાતમાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.