ફ્રાંસની ઊર્જા કંપની ટોટલ એનર્જીસ એસઈએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સ્વચ્છ ઊર્જા યોજનામાં 30 કરોડ ડોલર રોકાણ કર્યું છે.
આ સાથે જ કંપનીમાં વૈશ્વિક રોકાણકારોનું કુલ રોકાણ વધીને 1:63 અબજ ડોલર એટલે કે આશરે 14 હજાર કરોડ થઈ ગયું છે.
ગયા સપ્તાહે ટોટલે જાહેરાત કરી હતી કે નવી સંયુક્ત સાહસ કંપનીમાં તેની 50 ટકા હિસ્સેદારી હશે, જ્યારે બાકી હિસ્સેદારી અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ પાસે હશે.
સંયુક્ત સાહસ પાસે 1,050 મેગાવોટના પોર્ટફોલિયો હશે, જેમાં 300 મેગાવોટની ક્ષમતા અગાઉથી જ છે, 500 મેગાવોટની ક્ષમતા નિર્માણાધિન છે અને 250 મેગાવોટની ક્ષમતા વિકાસના વિવિધ તબક્કામાં છે.