આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ઉપકરણ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં આશરે 18-20 ટકા વૃદ્ધિની અપેક્ષા છે.
આ સાથે ICC ક્રિકેટ વિશ્વ કપ પણ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેની પણ કારોબાર પર સારી અસર થાય તેવી પૂરી શક્યતા છે. આ સાથે TVના વેચાણમાં વૃદ્ધિ થઈ શકે છે.
LG ઈલેક્ટ્રોનિક, પેનાસોનિક અને થોમસન સહિત ટીવી વેચાણની અપેક્ષા છે. સાથે સાથે 55 ઈંચ સ્ક્રીન આકારના સ્માર્ટ ટીવી પેનલ તથા પરંપરાગત આકારના ટીવીનું વેચાણ વધશે.
ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ નવી ઓફર્સ સાથે ડિસ્કાઉન્ટ અને વ્યાજ ફ્રી યોજના રજૂ કરવાની યોજના ધરાવે છે.