શરીરમાં વિટામિન C ની ઉણપથી ઘમી બીમારીઓ થાય છે. તો આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે કે વિટામિન Cથી ભરપૂર ફુડ્સ કયા છે...
કીવીમાં વિટામિન C સાથે ઘણા પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે ઈમ્યુનિટિને સારી બનાવીને ઘણી બીમારીમાંથી છૂટકારો અપાવે છે.
જામફળમાં પણ વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન Cની ઉણપથી થનાર ઘણા રોગોને આ ફળ દૂર ભગાડશે.
સરસોમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. સરસોનું શાક બનાવીને ખાઈ શકાય છે. તે ત્વચા માટે પણ લાભકારક છે.
ઉનાળામાં સંતરાનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. તે વિટામિન C સૌથી મોટો શ્રોત છે. તેના નિયમિત સેવનથી લાભ થાય છે.
વિટામિન C માટે આહારમાં પાલકનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં આયરન પણ મોટી માત્રામાં હોય છે.
શરીરમાં વિટામિન Cની ઉણપ દૂર કરવા માટે લીંબુ શ્રેષ્ઠ વિકલ્પ છે. લીંબુનો ઉપયોગ પીણામાં વધારે પ્રમાણમાં કરાય છે.