ઘણી વાર પક્ષી આપણા ઘરની અંદર અથવા બહારની સાઇડ માળો બનાવે છે.
શું તમે જાણો છો પક્ષીઓનો ઘરમાં માળો બનાવો શુભ અને અશુભ સંકેત આપે છે. આવા જાણીએ...
ચકલીનો ઘરમાં માળો બનાવવો શુભ ગણવામાં આવે છે. આ પોઝિટિવીટીનો સંકેત છે. આનો અર્થ છે કે ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે.
ઘરમાં મરઘો-મરઘીનો માળો બનાવવો શુભ ગણાય છે. આનાથી ભાગ્ય ચમકે છે અને તરક્કી થાય છે.
કાળી કીડીઓ જો ઘરમાં દર બનાવે છે તો આને શુભ ફળ ગણવામાં આવે છે. ઘરમાં લાલ કીડીઓનું આવવું અશુભ ગણવામાં આવે છે.
ઘરમાં મધમાખીનો મધપૂડો બનવો એ અશુભ ગણાય છે. આવું થવું એ કોઇ મોટી દુર્ઘટનાનો સંકત દર્શાવે છે.
ચામડચીડિયાનું ઘરમાં આવવું અશુભ ગણવામાં આવે છે. જો ઘરમાં ચામડચીડિયા આવે તો તરત જ બહાર કાઢી દો.
ઘરમાં કબૂતરનો માળો બનવો અશુભ ગણાય છે. બાલકની અથવા છત પર માળો બનાવવાનો અર્થ છે કે વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય થવાનું છે.