ભોજન ફક્ત પોષણનો સ્ત્રોત જ નથી, પરંતુ આ સીધો આપણા મૂડ અને ઇમોશન્સને પ્રભાવીત કરી શકે છે.
ખોટા પ્રકારનું ભોજન ખાવાથી તણાવ અને ચિંતા વધી શકે છે, જ્યારે સારા ભોજનના સેવનથી તણાવ ઓછો કરી શકાય છે.
આજે અમે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છે, જે તણાવ દરમિયાન ખાવાથી બચવું જોઇએ.
દારૂ ઊંઘ ખરાબ કરી શકે છે, જેનાથી તણાવ અને ચિંતા વધી શકે છે. તણાવ સમયે દારૂનું સેવન ના કરવું જોઇએ.
કેફીન ઊંઘમાં અડચણ ઊભી કરી શકે છે, જેનાથી તણાવ વધુ ખરાબ થઇ શકે છે. જો તમે તણાવ અનુભવી રહ્યા છો તો કેફીન પદાર્થોનું સેવન કરવાનું ટાળો.
હાઇ ફેટવાળા ફૂડ્સ સેરોટોનિનના ઉત્પાદનમાં અવરોધ પેદા કરે છે, જેનાથી તણાવના લક્ષણો બગડી શકે છે. તણાવના સમયે પેક્ડ અને પૈશ્ચરાઇઝ્ડ ફૂડના સેવનનો ઘટાડો કરવો જોઇએ.
ગ્લૂટેન અને ડેરી ઇન્ટોલરન્ટ હોય છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થ શરીરમાં નકારાત્મક પ્રતિક્રિયા પેદા કરી શકે છે, જેનાથી તણાવ અને ચિંતાની ભાવના પેદા થાય છે.
મીઠાં ખાદ્ય પદાર્થના સેવનથી બ્લડ શુગરનું સ્તર વધી શકે છે, જેનાથી ઊર્જાના લેવલમાં ઘટાડો આવી શકે છે, અને તણાવના લક્ષણો બગડી શકે છે.