રાતે ઓવર ઈટિંગ કરવાથી (વધુ પડતું ખાવાથી) તમને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ શકે છે. ગુજરાતી જાગરણ આજે તમને આ વિશે જણાવશે.
રાતે ઓવર ઈટિંગ કરવાથી તમને અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. રાતે વધારે પડતું ખાવાથી પાંચનતંત્ર વ્યસ્ત રહે છે અને ઉંઘમાં ખલેલ પહોંચે છે.
રાતે ઓવર ઈટિંગના કારણે ગ્લુકોજની માત્રા વધે છે. બ્લડ શુગર લેવલ વધાવાથી ડાયાબિટીસની બમારી થઈ શકે છે.
રાતે વધારે પડતું ખાઈને સુવાથી પાચનતંત્ર ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે શરીરમાં ફેટ જમા થાય છે. જેનાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે.
વધારે પડતું ખાઈને રાતે સુવાથી પાચનતંત્ર ધીમુ પડી જાય છે. જેનાથી પેટમાં ખાધેલું પડ્યું રહે છે. જેનાથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે.
વધારે પડતું ખાવાની ટેવથી હ્રદય સંબંધિત સમસ્યાનું જોખમ રહે છે. ઓવર ઈટિંગથી શરીરમાં એક સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે જે તમારા હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને વધારે છે. જે હાર્ટ માટે નુકસાનકારક છે.