રાજકોટમાં શું જોવાલાયક છે? દિવાળી પર આ રમણીય સ્થળોની મુલાકાત અવશ્ય કરો


By Vanraj Dabhi09, Nov 2023 03:05 PMgujaratijagran.com

ગાંધી મ્યુઝિયમ

મહાત્મા ગાંધીએ તેમનું બાળપણ અહીં વિતાવ્યું હતું, આ રાજકોટના સૌથી મહત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક છે. ગાંધીજી 1881 થી 1887 સુધી કાબા ગાંધીનો ડેલો તરીકે ઓળખાતા ઘી કેન્ટા રોડ પરના એક મકાનમાં રહેતા હતા. આ ઘર હવે એક સ્મારક સંગ્રહાલયમાં ફેરવાઈ ગયું છે અને તેનું સંચાલન એક NGO દ્વારા કરવામાં આવે છે. તે ગાંધીજીના જીવનને ચિત્રાત્મક રજૂઆતો અને સાચવેલ કલાકૃતિઓ દ્વારા દર્શાવે છે. ગાંધીજીની કેટલીક અંગત ચીજવસ્તુઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે તેમજ ઈતિહાસકારોમાં લોકપ્રિય આ મ્યુઝિયમ ગાંધી અનુયાયીઓ માટે ધાર્મિક સ્થળ

ગ્રીન લીફ વોટર વર્લ્ડ

ગ્રીન લીફ વોટર વર્લ્ડએ રાજકોટમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું તે શહેરના શ્રેષ્ઠ વોટર પાર્કમાંનું એક છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક રિસોર્ટ-શૈલીની સુવિધાઓ અને ઘણા સ્વિંગ અને વોટર રાઇડ્સ છે જેનો તમે આનંદ માણી શકો છો. અહીં તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મજા માણી શકો છો.

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર એ કાલાવડ રોડ પર સ્થિત એક પ્રતિષ્ઠિત હિન્દુ મંદિર છે. તે રાજકોટમાં જોવાલાયક સૌથી સુંદર આધ્યાત્મિક સ્થળો પૈકીનું એક છે. ભગવાન સ્વામિનારાયણને સમર્પિત આ મંદિર 1998માં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રાચીન વૈદિક કારીગરી તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની અદ્ભુત સુંદરતા દેશભરના વિવિધ ધર્મોના મુલાકાતીઓને આકર્ષે છે.

ન્યારી ડેમ

ન્યારી નદી પર બનેલો ન્યારી ડેમ રાજકોટમાં એક રસપ્રદ પિકનિક સ્થળ છે. સ્થાનિકો અને પ્રવાસીઓ સામુહિક મુલાકાત લેતા તે રાજકોટમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. આ ડેમની મનમોહક સુંદરતા જોવા લાયક છે, જો તમે કુદરતની વચ્ચે થોડો સમય પસાર કરવા માંગતા હોવ તો ન્યારી ડેમ એક સારો વિકલ્પ છે. અહીં બાળકોને રમવા માટે સારી સગવડ છે અને નાસ્તાની સગવડ પણ ઉપલબ્ધ છે. અહીંના રોમેન્ટિક વાતાવરણમાં સુંદર સૂર્યાસ્ત જોવો તમારા અનુભવને વધુ યાદગાર બનાવે છે.

પ્રદ્યુમ્ન ઝુ પાર્ક

137 એકરમાં ફેલાયેલ પ્રદ્યુમ્ન ઝૂ પાર્કને રાજકોટ પ્રાણી સંગ્રહાલય તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરની બહાર લાલપરી તળાવ પાસે આવેલું આ પ્રાણી સંગ્રહાલય રાજકોટ મનપા સંચાલિત છે. પ્રદ્યુમ્ન ઝૂ પાર્ક કુદરતી વાતાવરણમાં વિવિધ દુર્લભ પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોનું ઘર છે. અહીં તમે સિંહ, વાઘ, મગર, ચિત્તા, શિયાળ, હાથી, હરણ અને અન્ય જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. તમે તમારા પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લેવા અને આનંદ માણવા માટે જઈ શકો છો.

રણજીત વિલા પેલેસ

રાજકોટમાં આવેલ રણજીત વિલાસ પેલેસ અહીંના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. 225 એકરમાં ફેલાયેલા આ મહેલને 1907માં મહારાજા અમર સિંહજીએ પહાડ પર બનાવ્યો હતો. તે મુઘલ ગુંબજ, ફ્રાન્કો-ઇટાલિયન વિન્ડો પેન, ગોથિક કમાનો, ઇટાલિયન ફુવારા અને વિક્ટોરિયન બાલ્કનીઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલ આર્કિટેક્ચરલ અજાયબી છે. આ ભવ્ય મહેલ આજે પણ રાજવી પરિવારનું નિવાસસ્થાન છે. તેનો એક ભાગ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જ્યાં ચિત્રો, કલાકૃતિઓ અને શાહી પરિવારની કાર પ્રદર્શનમાં છે.

દિવાળી વેકેશન 2023માં ભારતના આ 7 સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયની ચોક્કસપણે મુલાકાત કરો