કાળઝાળ ગરમીથી બચવું છે, તો વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન


By Sanket Parekh05, Apr 2023 04:32 PMgujaratijagran.com

કુન્નૂર

કુન્નૂર પશ્ચિમી ઘાટનું બીજુ સૌથી વિશાળ હિલ સ્ટેશન છે. કુન્નૂરમાં બારેમાસ ખુશનુમા વાતાવરણ રહે છે. અહીં નીલગિરીની પર્વતમાળા સાથે કેથરિન વૉટરફૉલનો અદ્દભૂત નજારો જોવા મળશે.

તવાંગ

અરુણાચલ પ્રદેશનું તવાંગ પોતાના સુંદર મઠના લીધે જાણીતુ છે. અહીં આપ પ્રકૃતિની સુંદરતા નિહાળી પાગલ થઈ જશો

કૌસાની

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલ કૌસાની એક સુંદર હિલ સ્ટેશન છે. અહીં આપ ટ્રેકિંગની મજા પણ માણવા સાથે હિમાલયની સુંદરતા પણ નિહાળી શકો છો

હાફલાંગ

આસમ રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન હાફલાંગ ખૂબ જ સુંદર સ્થળ છે. અહીંનો નયનરમ્ય નજારો આપને મંત્રમુગ્ધ કરી નાંખશે

ઈડુક્કી

આ કેરળનું સૌથી વધુ પ્રકૃતિ સમૃદ્ધ સ્થળ છે. જેનો મોટોભાગ જંગલોથી ઘેરાયેલો છે. આ જગ્યા વેકેશન માણવા માટે બેસ્ટ છે.

ચટપાલ

જમ્મુ અને કાશ્મીરના આ ઑફબીટ ડેસ્ટિનેશન પર તમે ફેમિલી સાથે વેકેશન માણી શકો છો

કલ્પા

હિમાચલ પ્રદેશનું કલ્પા એક એવું સ્થળ છે, જે ગરમીઓમાં રજા માણવા માટે શ્રેષ્ઠ છે. આ શહેર સફરજનના બગીચા, દેવદારના ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.

Summer Vacation: ઉનાળામાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ