ગૂગલે 2023 મા સૌથી વધારે સર્ચ કરેલા લોકોનુ લિસ્ટ બહાર પાડ્યુ છે. બધી જ કેટેગરીમા રિલીઝ કરેલી આ લિસ્ટમા મોસ્ટ સર્ચ પિપલ અને મોસ્ટ સર્ચ એક્ટર્સની લિસ્ટ પણ બહાર પાડવામા આવી છે. ચલો જાણીએ આ વર્ષે ગૂગલ પર કોને સૌથી વધારે સર્ચ કરવામા આવ્યા છે.
કિયારા અડવાણી આ વર્ષે સૌથી વધારે સર્ચ કરવામા આવેલા લોકો માથી એક છે. લોકોએ કિયારા સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછ્યા છે.
આ ઉપરાંત લોકોએ ફેમસ યંગ ક્રિકેટર શુભમન ગિલને ગૂગલ પર ખૂબ સર્ચ કર્યુ છે. લોકોએ તેની ઉંમર, ગર્લફ્રેન્ડ અને અન્ય ઘણા સવાલો ગૂગલ પર સર્ચ કર્યા છે.
રચિન રવિન્દ્ર ન્યૂઝિલેન્ડના ક્રિકેટર છે, જો કે તે એક ભારતીય છે. રચિન રવિન્દ્રની સાથે જોડાયેલા કેટલાક સવાલો પણ લોકોએ ગૂગલ પર સર્ચ કર્યા છે. જેમ કે તે ક્યાં પ્રકારનો બોલર છે અને તે શુ એક ભારતીય છે આવા સવાલ રચિન રવિન્દ્ર વિશે લોકો દ્રારા ગૂગલ પર પૂછવામા આવ્યા છે.
ક્રિકેટર મોહમ્મદ શામીને પણ આ વર્ષે સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરવામા આવ્યો હતો. આ વર્ષે લોકોએ તેમની પત્ની તથા અન્ય વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા સવાલો ગુગલ પર પૂછ્યા.
2023 ના બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવની પણ આ વર્ષે બોલબાલા રહી છે, એલ્વિશ યાદવને બિગ બોસ વિજેતા બન્યા પછી ખૂબ જ ખ્યાતિ મળી. આ માટે તે ગૂગલ પર સર્ચ કરવામા ટોપ રહ્યો.
કિયારાની જેમ જ તેનો પતિ એટલે કે સિધ્ધાર્થ મલ્હોત્રા વિશે લોકોએ ગૂગલ પર ખૂબ સવાલો સર્ચ કર્યા છે. આ કપલ લગ્ન પછી ખૂબ જ ખ્યાતિ મેળવી રહ્યા છે.
ગ્લેન મેક્સવેલ આ વર્ષે ખૂબ જ ચર્ચામા રહ્યો. લોકોના મનમા તેમના વિશે ઘણા સવાલો હતા અને તે આ વર્ષે સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરવામા આવેલા લોકોમાથી એક છે. ગ્લેન મેક્સવેલે એક ભારતીય સાથે લગ્ન કર્યા છે.