આ છે વિશ્વના સૌથી ગાઢ અને વિશાળ જંગલ


By Sanket M Parekh31, May 2023 04:29 PMgujaratijagran.com

અમેઝોન વર્ષાવન

અમેઝોન વર્ષાવન વિશ્વનું સૌથી મોટું જંગલ છે. જે દક્ષિણ અમેરિકામાં 5ય5 મિલિયન વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ જંગલ એકલું પૃથ્વીને 20 ટકા ઑક્સિજન પૂરુ પાડે છે.

કૉંગો વર્ષાવન

આ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું જંગલ છે. જે મધ્ય આફ્રિકામાં લગભગ 3.7 મિલિયન વર્ગ કિમીમાં ફેલાયેલું છે. આ જંગલમાં ગોરિલા, હાથી અને ચિમ્પાન્ઝી જેવા પ્રાણીઓ મળી આવે છે.

ન્યૂ જીનિયા ફૉરેસ્ટ

આ જંગલ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વિશાળ જંગલ છે. જેનું ક્ષેત્રફળ 2,88,000 વર્ગ કિલોમીટરમાં છે.

વાલ્દીવિયન ટેમ્પરેટ વર્ષાવન

જેને વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું જંગલ મનાય છે. આ જંગલનો આકાર યુનાઈટેડ કિંગડમ કરતાં પણ વધારે છે. અહીં સતત વરસાદ પડતો રહે છે.

ટોંગાસ ફૉરેસ્ટ

નોર્થ અમેરિકામાં ફેલાયેલુ આ જંગલ પાંચમા ક્રમે આવે છે. આ જંગલ 68 હજાર કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલું છે.

સુંદરવન ફૉરેસ્ટ

સુંદરવન વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું જંગલ છે. જેનું ક્ષેત્રફળ 10 હજાર વર્ગ કિલોમીટરમાં છે. આ જંગલ ભારત અને બાંગ્લાદેશ સુધી ફેલાયેલું છે.

ટ્રૉપિકલ ફૉરેસ્ટ ચાઈના

ચીનમાં આવેલા આ જંગલનું ક્ષેત્રફળ લગભગ 2402 વર્ગ કિલોમીટર છે. જેની વિશ્વના સૌથી મોટા અને ગાઢ જંગલોમાં ગણના થાય છે.

ભારતના સૌથી ઠંડા હિલ સ્ટેશન, ગરમીમાં પણ થશે ઠંડીનો અહેસાસ; રજાઓમાં જરૂર ફરવા જાઓ