ભારતના સૌથી ઠંડા હિલ સ્ટેશન, અહીકાળઝાળ ગરમીમાં પણ થશે ઠંડીનો અહેસાસ


By Sanket M Parekh27, May 2023 04:19 PMgujaratijagran.com

ગુલમર્ગ

ભારતમાં વર્તમાનમાં સૌથી ઠંડા હિલ સ્ટેશનની વાત થાય, તો જમ્મુ-કાશ્મીરમાં આવેલ ગુલમર્ગની વાત જરૂર થાય છે. ઠંડીની સિઝનમાં અહીંનું તાપમાન માઈનસ 10 ડિગ્રીથી પણ નીચે જતું રહે છે.

ડેલહાઉસી

હિમાચલ પ્રદેશનું એક ડેલહાઉસી એક સુંદર અને મનમોહક હિલ સ્ટેશન છે. ઠંડીની સિઝનમાં અહીંનું તાપમાન 4 ડિગ્રીથી પણ નીચે જતું રહે છે.

શ્રીનગર

સમગ્ર વિશ્વમાં પૃથ્વી પરના સ્વર્ગના નામથી ફેમસ શ્રીનગર હિલ સ્ટેશન ભારતમાં ફરવા લાયક મુખ્ય હિલ સ્ટેશન પૈકીનું એક છે. ઠંડીની સિઝનમાં અહીંનું તાપમાન માઈનસ 6 ડિગ્રીની નીચે જતું રહે છે.

મનાલી

હિમાચલ પ્રદેશનું મનાલી કપલ્સ માટે ઘણું ફેમસ હિલ સ્ટેશન મનાય છે. કાળઝાળ ગરમીમાં પણ અહીંનું તાપમાન લગભગ 10-15 ડિગ્રીની વચ્ચે જ રહે છે.

ઔલી

ઔલી હિલ સ્ટેશન એક સુંદર અને મનોરમ્ય હિલ સ્ટેશન છે. બરફવર્ષા દરમિયાન અહીંનું તાપમાન માઈનસ 2 થી 8 ડિગ્રીની નીચે જતું રહે છે.

ગંગટોક

નોર્થ-ઈસ્ટનું ગંગટોક એક એવું હિલ સ્ટેશન છે, જ્યાં ભીષણ ગરમીમાં પણ ઠંડી પડે છે. અહીંનું તાપમાન પણ ઘણું નીચું રહે છે.

શિમલા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા એક હનિમૂન ડેસ્ટિનેશન મનાય છે. ઠંડીની સિઝનમાં અહીં ગાત્રો થીજવતી ઠંડી પડે છે. ઉનાળામાં અહીં કરોડો સહેલાણીઓ ફરવા ઉમટી પડે છે.

શ્રીનગર જાવ, તો આ જાદુઈ જગ્યાએ અચૂક જજો; સ્વર્ગની ફીલિંગ થશે