શ્રીનગર જાવ, તો આ જાદુઈ જગ્યાએ અચૂક જજો; સ્વર્ગની ફીલિંગ થશે


By Sanket M Parekh2023-05-26, 17:40 ISTgujaratijagran.com

મુગલ ગાર્ડન

શ્રીનગરના સૌથી લોકપ્રિય અને વધુ જોવામાં આવતું ટુરિસ્ટ પ્લેસ છે મુગલ ગાર્ડન. અહીંના સુગંધિત ફૂલો લોકોનું દિલ ખુશ કરી નાંખે છે.

વુલર લેક

આ એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. જે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આવેલું છે. આ લેક સ્થાનિકોની સાથે ટૂરિસ્ટો માટે પણ પસંદગીનું પિકનિક સ્પૉટ છે.

બારામૂલા

જમ્મુ-કાશ્મીરનું આ એક નાનું શહેર છે. બારામુલા કુદરતી સુંદરતાથી ભરપુર છે. ગુલમર્ગ, ખિલમર્ગ અને વુલર લેક જેવા અનેક ટૂરિસ્ટ પ્લેસ અહીં આવેલા છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો.

યુસ્માર્ગ

શ્રીનગરમાં આ એક નાનું હિલ સ્ટેશન છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ રોમેન્ટિક પ્લેસ હોવાના કારણે કપલ્સનું પ્રિય સ્થળ છે.

અનંતનાગ

અહીં અનેક ઝરણા, તળાવ અને સુંદર મંદિર આવેલા છે. જેને જોવા માટે એક આખો દિવસ પણ ઓછો પડી શકે છે. અહીં તમે મંદિર અને મસ્જિદ બધુ એક સાથે જોઈ શકો છો.

ચશ્મે શાહી

આ ઊંચાઈ પર આવેલ એક સુંદર સ્થળ છે. જેને જોવા માટે સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે. અહીંથી તમે સુંદર ઘાટીનો મનોરમ્ય નજારો જોઈ શકો છો.

ડાલ લેક

આ શ્રીનગરની રોનક છે, જે 26 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. ડાલ લેક સુંદર લીલા પહાડો વચ્ચેથી પસાર થાય છે, જે નજારો સ્વર્ગથી જરા પણ કમ નથી.

ગરમીથી રાહત આપનાર કોલ્ડ ડ્રિન્ક શરીરને કરી શકે છે નુક્સાન, આજથી પીવાનું છોડો