પ્રી-વેડિંગ ફોટોશૂટને બનાવવો છે યાદગાર, તો જયપુરની આ જગ્યાઓ પર અચૂક જાવ


By Sanket M Parekh2023-05-23, 15:49 ISTgujaratijagran.com

નાગરગઢનો કિલ્લો

અહીં લાગેલો ફુવારો અને વ્યૂ ઘણો જ રૉયલ વ્યૂ આપવામાં મદદ કરે છે. આ સિવાય કિલ્લાના બહારથી પણ પણ ઘણો સુંદર વ્યૂ મળી જશે, જ્યાંથી આપ અનેક એંગલથી ફોટોશૂટ કરાવી શકો છો.

હવા મહલ

હવા મહલની બહારથી વ્યૂને તમે તમારા ફોટોશૂટમાં સામેલ કરી શકો છે. જ્યારે બેસ્ટ એંગલ માટે તમે મહેલની ઠીક સામે રહેલ કેફેથી ફોટોગ્રાફી અને વીડિયો ગ્રાફી કરી શકો છો.

આમેરનો કિલ્લો

જયપુરમાં આવેલ આ કિલ્લામાં તમને કેટલીક જગ્યાઓ અનેક એંગલથી શૂટ કરવા માટે મળી જશે. આ ઉપરાંત તેની અંદર કુલ 3 કિલ્લા પણ આવેલ છે.

જલ મહલ

જલ મહલની નજીક આવેલી જગ્યા અહીં શૂટ કરવા માટે બેસ્ટ રહેશે. અહીં ટ્રાફિકથી બચીને ફોટોશૂટ કરાવવાનો યોગ્ય સમય સવારે 5 થી 7ની વચ્ચેનો છે.

પત્રિકા ગેટ

જયપુરની સુંદરતાનો એક હિસ્સો અહીં આવેલો પત્રિકા ગેટ છે. આવું એટલા માટે કારણ કે, આ ગેટ પર બનેલી ડિઝાઈન ખૂબ જ બારિક છે અને અહીં તમને દરેક પ્રકારને રંગ જોવા મળશે.

એલ્બર્ટ હૉલ મ્યૂઝીયમ

જયપુરમાં આવેલ આ મ્યૂઝીયમ ઘણો મોટો છે અને તમને શૂટ કરવા માટે અનેક જગ્યાઓ મળી જશે. ખાસ કરીને બહારના વ્યૂમાં કપલ્સ ફોટો શૂટ કરાવવા પસંદ કરે છે.

આ વાતોનું ધ્યાન રાખો

કોઈ પણ જગ્યા પર જઈને ફોટોશૂટ કરાવતા પહેલા તમે ઈન્ટરનેટની મદદથી સારી રીતે રિસર્ચ જરૂર કરો, જેથી તમે તમારો સમય બચાવી શકો અને શાનદાર ફોટોશૂટ કરાવી શકો.

24 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 24, 2023