By Sanket M Parekh2023-05-19, 15:51 ISTgujaratijagran.com
બેલાન્દુર તળાવ
દક્ષિણ ભારતના બેંગલુરુમાં આવેલ બેલાન્દુર લેકને ભારતના સૌથી ગંદા તળાવ પૈકીનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ લેકનું નિર્માણ બ્રિટિશ શાસન કાળમાં કરવામાં આવ્યું હતુ.
અંબાઝરી તળાવ
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલુ અંબાઝરી તળાવ ખૂબ જ મોટું છે. આ લેકના કિનારે કચરો ફેંકવામાં આવે છે, જેના કારણે તળાવ ગંદુ થઈ રહ્યું છે.
પુષ્કર લેક
રાજસ્થાનના પુષ્કરમાં આવેલ લેક એક આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ લેકના કેટલાક ભાગોમાં બારેમાસ ગંદકી રહે છે. અનેક લોકો અહીં કચરો ફેંકીને જતા રહે છે.
યેદિયુર તળાવ
બેંગલુરુ શહેરમાં આવેલ આ ખૂબ જ પ્રાચીન લેક માનવામાં આવે છે. ગંદકીના મામલે આ લેકનું નામ પણ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.
નૈની તળાવ
નૈનીતાલમાં આવેલ નૈની તળાવ સહેલાણીઓ વચ્ચે ખૂબ જ ફેમસ છે, પરંતુ આ લેકના કિનારે ઘણીં વખત ગંદકી જોવા મળે છે. અનેક વખત તો લેકમાં કચરો પણ મળી આવે છે.
હુસૈન સાગર
તેલંગાણાના હૈદરાબાદમાં આવેલ હુસૈન સાગર એક કુત્રિમ લેક છે. ગંદા તળાવમાં તેનું નામ પણ સામેલ રહે છે.
તાંબાની વીંટી કે કડું પહેરવાના અનેક છે ફાયદા, જાણો