ભારતની આ અનોખી જગ્યા પર ક્યારેય તમે ગયા છો? તો એકવાર અચૂક મુલાકાત લો


By Sanket M Parekh2023-05-17, 16:23 ISTgujaratijagran.com

શેટ્ટીહલ્લી રોજરી ચર્ચ

આ ચર્ચને લોકો તરતી ચર્ચના નામે પણ ઓળખે છે. આ ચર્ચ વરસાદના દિવસોમાં લગભગ પાણીમાં ડૂબી જાય છે, જે કર્ણાટકમાં આવેલી છે.

સુલભ ઈન્ટરનેશનલ મ્યૂઝીયમ

તમે હિસ્ટૉરિકલ અને આર્ટ મ્યૂઝીયમ જઈને બોર થઈ ગયો હોવ, તો તમારે આ ટૉઈલેટ મ્યૂઝીયમની મુલાકાત લેવી જોઈએ. જે દિલ્હીનું એક અનોખુ મ્યૂઝીયમ છે.

ગિલ્બર્ટ હિલ

આ હિલ મુંબઈ શહેરની વચ્ચોવચ્ચ આવેલી સદીઓ જૂની છે. આ પર્વત આટલા વર્ષોથી આજે પણ એમનો એમ જ છે. જો તમે અહીં નથી ગયા, તો તમારે અહીં અચૂક જવું જોઈએ.

ન્યૂ લકી રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ અમદાવાદમાં આવેલી છે. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે, અહીં લોકો કબરોની વચ્ચે લગાવેલા ખુરશી-ટેબલ પર બેસીને ખાવાનું આરોગે છે.

હાઈડ એન્ડ સીક બીચ

આ બીચ ઓડિશામાં આવેલ છે. જેની ખાસિયત એ છે કે, તે ઊંચા-ઊંચા મોજાના કારણે ઓળખાય છે. આથી તમે એક વખત અહીં જરૂર ફરવા જાવ.

ભીમબોટકા શૈલાશ્રય

આ ભીમબેટકા શૈલાશ્રય પથ્થરો પર કરવામાં આવેલા જૂના ચિત્રો અને શૈલીઓ માટે ઓળખાય છે. જે ભોપાલના રાયસેન જિલ્લામાં છે.

ભાનગઢ કિલ્લો

આ કિલ્લો 17મી સદીમાં બન્યો હતો. જે એક શાપિત કિલ્લો છે, જ્યાં સૂરજ ઢળ્યા બાદ કોઈ વ્યક્તિ નથી જતુ. લોકો તેને ભૂતિયા જગ્યા માને છે.

મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો, તો આ ઘરેલુ ઉપાયો અજમાવવાથી દૂર થશે સમસ્યા