T20: સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ અંગે જાણો


By Nileshkumar Zinzuwadiya07, Oct 2024 03:53 PMgujaratijagran.com

રોહિત શર્મા

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા T-20માં સૌથી વધુ સિક્સર ફટકાર ખેલાડી તરીકે પ્રથમ સ્થાને છે. તેણે 159 મેચમાં 205 સિક્સર ફટકારી છે.

માર્ટિન ગુપ્ટિલ

ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ આ યાદીમાં બીજા ક્રમાંક પર આવે છે. તેણે ફકત 122 મેચમાં 173 સિક્સર ફટકારી હતી.

નિકોલસ પૂરન

ત્રીજા સ્થાન પર આવે છે વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન. તેણે 98 મેચમાં કુલ 144 સિક્સર ફટકારેલી છે.

સૂર્યકુમાર

ચોથા ક્રમાંક પર ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવ છે, જેણે 72 મેચમાં કુલ 139 સિક્સર ફટકારેલી છે.

જોસ બટલર

સૌથી વધુ સિક્સર ફટકારનારની યાદીમાં ઈંગ્લેન્ડનો જોસ બટલર પાંચમા ક્રમાંકે છે. તેણે 124 મેચમાં 137 સિક્સર ફટકારી હતી.

ક્રિકેટ જગતના ઈતિહાસમાં સર્જાયેલા આ 5 રેકૉર્ડ તૂટવા અશક્ય છે!