ક્રિકેટ જગતના ઈતિહાસમાં સર્જાયેલા આ 5 રેકૉર્ડ તૂટવા અશક્ય છે!


By Nileshkumar Zinzuwadiya04, Oct 2024 04:10 PMgujaratijagran.com

264 રનનો વિક્રમ

ટીમ ઈન્ડિયાના રોહિત શર્માના નામે વન-ડેની એક ઈનિંગમાં 264 રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે શ્રીલંકા સામે વર્ષ 2014માં આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

શતકોની સદી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામે વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં કૂલ 100 સદી છે. આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે. વિરાટ કોહલી આ રેકોર્ડ તોડે તેવી શક્યતા દર્શાવાય છે, પણ તે એટલું સરળ નથી.

1300 વિકેટ

શ્રીલંકાના ભૂતપૂર્વ બોલર મુથૈયા મુરલીધરનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1347 વિકેટ નોંધાઈ છે. તેની પાછળ શેન વૉર્ન હતા, જે કૂલ 1001 વિકેટનો રેકોર્ડ ધરાવતા હતા.

400 રન

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી બ્રાઈન લારાએ વર્ષ 2004માં ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 400 રન કર્યાં હતા. આ રેકોર્ડ પણ તૂટવો લગભગ અશક્ય છે.

31 બોલમાં સદી

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડિવિલિયર્સે વર્ષ 2015માં વનડેમાં 31 બોલમાં સદી ફટકારી હતી. આ રેકોર્ડ તુટવો લગભગ મુશ્કેલ છે.

લગ્ન પહેલા આ ક્રિકેટરો પિતા બની ગયા છે, જાણો