લગ્ન પહેલા આ ક્રિકેટરો પિતા બની ગયા છે, જાણો


By Vanraj Dabhi08, Sep 2024 11:24 AMgujaratijagran.com

લગ્ન પહેલા જ ક્રિકેટરો પિતા બન્યા

આજે અમે તમને વિશ્વના એવા ક્રિકેટરો વિશે જણાવીશું જેઓ લગ્ન પહેલા જ પિતા બની ગયા છે.

કેરેબિયન ખેલાડી

વેસ્ટ ઈન્ડિઝના સુપર સ્ટાર ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ અને બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાએ લગ્ન પહેલા માતા-પિતા બની ગયા હતા.

રિચર્ડ્સ અને ગુપ્તાનું સંતાન

વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તાને સંતાનમાં દીકરી છે તેનું નામ મસાબા ગુપ્તા છે.

ઇંગ્લિશ પ્લેયર

ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેસ્ટમેન જો રૂટ અને કેરી કોટ્રેલે 2016માં સગાઈ કર્યા બાદ 2018માં લગ્ન કર્યા હતા.જો રૂટ અને કેરી કોટ્રેલને સંતાનમાં આલ્ફ્રેડ નામનો પુત્ર છે. જેનો જન્મ બંનેના લગ્ન પહેલા 2017માં થયો છે.

ભારતીય ખેલાડી

ભારતનો લેફ્ટી બેસ્ટમેન વિનોદ કાંબલી પણ લગ્ન વગર પિતા બની ગયા હતા, વિનોદ કાંબલી અને એન્ડ્રીયા હેવિટ તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા પછી ડેટિંગ કરી રહ્યા હતા, ત્યારબાદ બંને એક બાળકના માતા-પિતા બન્યા હતા.

ઓસ્ટ્રેલિયન ખેલાડી

ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ 2015 બાદ કેન્ડિસ વોર્નર સાથે લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન પહેલા ડેવિડ વોર્નર અને કેન્ડિસ વોર્નર 11 સપ્ટેમ્બર 2014ના રોજ પુત્રી ઈવીના માતા-પિતા બન્યા હતા.

ભારતીય ક્રિકેટર

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા,.

હાર્દિક અને નતાશા

તે જ વર્ષે 30 જુલાઈ 2020ના રોજ પંડ્યા અને નતાશાએ તેમના પ્રથમ બાળક પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો હતો. જે બાદ બંનેએ ભારતીય વીધી વિધાન પુર્વક લગ્નના બંધનમાં બંધાયા હતા.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિજય મેળવનારી ટીમો