વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિજય મેળવનારી ટીમો


By Vanraj Dabhi01, Sep 2024 11:15 AMgujaratijagran.com

WTCમાં વધુ જીત

આજે અમે તમને એવી ટીમો વિશે જણાવીશું જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCમાં સૌથી વધુ મેચ જીતી છે. ચાલો જાણીએ.

ઓસ્ટ્રેલિયા

ટીમ ઓસ્ટ્રેલિયા હંમેશા ક્રિકેટના તમામ ફોર્મેટમાં ટોપ પર રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં કુલ 28 મેચમાં વિજય મેળવ્યો છે.

ભારત

ઓસ્ટ્રેલિયા પછી ભારત બીજા નંબરે આવે છે. બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી ચુકેલી ભારતીય ટીમે પણ 28 મેચ જીતી છે.

ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક પણ ખિતાબ જીત્યો નથી. તેમ છતાં આ ટીમે આ ICC ટૂર્નામેન્ટમાં 27 મેચ જીતી છે.

ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેણે એકવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને હરાવ્યું છે અને અત્યાર સુધીમાં તે 15 મેચ જીતી છે.

દક્ષિણ આફ્રિકા

ન્યુઝીલેન્ડ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ જે અત્યાર સુધીના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ 15 મેચ જીતીને ચોથા સ્થાને છે.

પાકિસ્તાન

પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ રહી છે, આ ટીમે અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 10 મેચમાં જીત મેળવી છે.

શ્રીલંકા

શ્રીલંકાનું પ્રદર્શન છેલ્લા એક દાયકામાં નબળું રહ્યું છે. આ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ 9 મેચ જીતી છે.

વાંચતા રહો

રમત - ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બરે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટને અલવીદા કર્યું!