ભારતીય ક્રિકેટ ટીમના ગબ્બરે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટને અલવીદા કર્યું!


By Vanraj Dabhi24, Aug 2024 12:35 PMgujaratijagran.com

શિખર ધવન

ભારતીય ટીમ માટે લાંબા સમય સુધી રમનાર લેફ્ટી બેટ્સમેન શિખર ધવને શનિવારે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો.

નિવૃત્તિની જાહેરાત

ધવને સવારે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ક્રિકેટને અલવીદા

નિવૃત્તિ દરમિયાન ધવને આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.

છેલ્લી મેચ ક્યારે રમ્યો હતો

શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 10 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.

શિખર અને રોહિતની જોડી

શિખર ધવન એક સમયે ભારત માટે મહત્વનો બેટ્સમેન હતો. રોહિત શર્મા સાથે તેની ઓપનિંગ જોડીએ ઘણા રેકોર્ડ બનાવ્યા.

કેટલી ટેસ્ટ મેચો રમ્યો

ધવને ભારત માટે 34 ટેસ્ટ મેચમાં 2315 રન બનાવ્યા. ધવને ટેસ્ટમાં 5 અડધી સદી અને 7 સદી ફટકારી હતી.

ODI મેચ

ધવને પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. ODIમાં તેણે ભારત માટે 167 મેચ રમી જેમાં તેણે 6793 રન બનાવ્યા.

ODIમાં સદી અને અડધી સદી

ODI ફોર્મેટમાં ધવને 17 સદી અને 39 અડધી સદી ફટકારી હતી.

ટી20 મેચ

ટી20 મેચ ધવને ભારત માટે 68 ટી20 મેચમાં 1759 રન આવ્યા હતા. ધવને ટી20માં 11 અડધી સદી ફટકારી છે.

વાંચતા રહો

ક્રિકેટ સંબંધિ તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ODIમાં બેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહેલા બેટ્સમેનોની યાદી