ODIમાં બેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહેલા બેટ્સમેનોની યાદી


By Vanraj Dabhi17, Aug 2024 05:36 PMgujaratijagran.com

ODI ક્રિકેટ

હાલ ODI ક્રિકેટમાં પણ બેટ્સમેન T20ની જેમ બેટિંગ કરે છે. બેવડી સદી ફટકારવી એ કોઈપણ બેટ્સમેન માટે સામાન્ય બાબત બની ગઈ છે.

અણનમ 200 રન

આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમણે ODIમાં બેવડી સદી ફટકાર્યા બાદ પણ પોતાની વિકેટ ગુમાવી નથી.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર ODIમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. 2010માં સચિને દક્ષિણ આફ્રિકા સામે 200 રનની અણનમ ઇનિંગ રમી હતી.

માર્ટિન ગુપ્ટિલ

ન્યૂઝીલેન્ડના મહાન બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે 2015ની ODIમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બેટિંગ કરી હતી. જેમાં તે 237 રન બનાવ્યા બાદ પણ નોટઆઉટ રહ્યો હતો.

ફખર ઝમાન

પાકિસ્તાનના ડાબોડી બેટ્સમેન ફખર ઝમાને 2018માં ઝિમ્બાબ્વે સામેની ODIમાં 210 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

પથુમ નિશંક

શ્રીલંકાના પથુમ નિશંકાએ વર્ષ 2024માં અફઘાનિસ્તાન સામે બેવડી સદી ફટકારી હતી. જેમાં તે 210 રન બનાવી અણનમ રહ્યો હતો.

રોહિત શર્મા

આ યાદીમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માનું નામ પણ આવે છે. ODIમાં ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામે 208 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ગ્લેન મેક્સવેલ

અફઘાનિસ્તાન સામે ગ્લેન મેક્સવેલની ઘાતક બેટિંગ 201 રનની અણનમ ઇનિંગને કોણ ભૂલી શકે. તે વર્લ્ડ કપ 2023ની મેચ હતી.

વાંચતા રહો

રમત ગમત સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કિંગ કોહલી પણ રોહિત શર્માના આ 5 રેકોર્ડ નહીં તોડી શકે!