મોટાભાગના લોકોને ચા પીવી ગમે છે. તે જ સમયે ઘણા લોકો દિવસમાં 4-5 વખત ચા પીવે છે. આ તકે શું તમને ખબર છે કે ક્યાં દેશના લોકો ચાના સૌથી વધુ શોખીન હશે? આવો જાણીએ આ વિશે-
તુર્કીના લોકો ચાના સૌથી વધુ શોખીન છે. વર્લ્ડ એન્ડ સ્ટેટિસ્ટિક્સ અનુસાર તુર્કીમાં એક વ્યક્તિ એક વર્ષમાં 3.16 કિલો ચા પીવે છે.
અહીંના લોકો પણ ચા પીવાનું પસંદ કરે છે, જાણકારી અનુસાર આયર્લેન્ડમાં એક વ્યક્તિ એક વર્ષમાં 2.19 કિલો ચા પીવે છે.
આ દેશમાં એક વ્યક્તિ એક વર્ષમાં 1.94 કિલો ચા પીવે છે.સૌથી વધુ ચા પીનારા દેશોમાં યુકે ત્રીજા ક્રમે છે.
અહીંના લોકો પણ ચા ખૂબ જ પીવે છે. પાકિસ્તાનમાં એક વ્યક્તિ એક વર્ષમાં 1.50 કિલો પીવે છે.
સૌથી વધુ ચા પીવાના શોખીન મામલે ઈરાન પાંચમાં ક્રમે છે.અહીં એક વ્યક્તિ એક વર્ષમાં 1.50 કિલો ચા પીવે છે.
અહીંની ચા પણ ઘણી લોકપ્રિય છે. રશિયામાં એક વ્યક્તિ એક વર્ષમાં 1.38 કિલો ચા પીવે છે.
આ દેશમાં પ્રતિ વ્યક્તિ એક વર્ષમાં 1.22 કિલો ચાની પત્તી પીવે છે. આ યાદીમાં મોરોક્કો સાતમાં ક્રમે છે.
ભારતમાં એક વ્યક્તિ એક વર્ષમાં 0.32 કિલો ચા પીવે છે.