ચાના કૂચાને ફેંકવાની જગ્યાએ તેનો આ રીતે ઉપયોગ કરો, તમારા અનેક કામ થઈ જશે આસાન


By Sanket M Parekh09, Aug 2023 04:21 PMgujaratijagran.com

ડાર્ક સર્કલ દૂર કરશે

ચા ઉકળ્યા પછી આપણે તેના કૂચાને ફેંકી દેવાની જગ્યાએ ઠંડા પાણીમાં ડૂબાડીને નીચોવી લેવા જોઈએ। જે બાદ તેને આંખની નીચે થોડા સમય સુધી રાખો. જેનાથી આંખોને ઠંડક મળવાની સાથે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ મળશે.

વાળ માટે

ચાના કૂચાનો તમે કંડિશનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જે પહેલા પાણીમાં ઉકાળી લો અને પછી ગાળીને ઠંડુ કરી દો. જે બાદ તેને વાળમાં લગાવવાથી ચમક આવશે.

પગની દુર્ગંધ માટે

ચાના કૂચાને તમારા પગમાં લગાવવાથી દુર્ગંધ નહીં આવે. આ માટે ચાના કૂચા વાળા પાણીમાં પગને 10 મિનિટ સુધી ડૂબાડીને રાખો. જેનાથી પગમાંથી આવતી વાસ દૂર થઈ જશે.

ખાતર તરીકે

ચાના કૂચાનો તમે છોડમાં ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. ઉકાળ્યા બાદ ચાના કૂચાને ફેંકવાની જગ્યાએ તેને ઘરમાં રહેલા ફૂલના કૂંડામાં નાંખી દો, જેથી તેનો ગ્રોથ સારો થશે.

કાચની સફાઈ

ચાના કૂચા ઘરને સાફ રાખવામાં પણ મદદ કરે છે. જેની મદદથી તમે ઘરના કાચ, બારી-દરવાજા ચમકાવી શકો છો. ઉકાળેલા ચાના કૂચાને ઠંડા થયા બાદ ગાળી લો અને સ્પ્રે બોટલની મદદથી કાચની સફાઈ કરો.

જખમમાં ફાયદેમંદ

ચાના કૂચામાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ ગુણ ઈજા અથવા જખમને રૂઝ લાવવામાં મદદ કરે છે. જેનો લેપ કરવાથી ઈજામાં ઘણો આરામ મળે છે.

રક્ષાબંધન પર મહેંદીની આ મોર્ડન અને ટ્રેન્ડી ડિઝાઈન હાથની શોભા વધારશે, આ વર્ષે ટ્રાય કરી જુઓ