ડુંગળી અને આદુંનો રસ એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબિયલ ગુણોથી ભરપૂર હોય છે, જે સ્કેલ્પમાં રહેલા બેક્ટેરિયા અને ડેન્ડ્રફની સમસ્યામાં રાહત મળે છે.
ડુંગળી અને આદુંના રસમાં એન્ટિફંગલ અને એન્ટિમાઇક્રોબિયલ ગુણો રહેલા હોય છે, જે સ્કેલ્પના બેક્ટેરિયા અને ફંગસને દૂર કરીને ઇન્ફેક્શનના જોખમને ઘટાડે છે.
ડુંગળી અને આદુંનો રસ એક સાથે મિક્સ કરીને લગાવવાથી વાળ તૂટતા અને ખરવાની સમસ્યાથી રાહત મળે છે. આમા રહેલું સલફર વાળમાં કોલેજનને વધારીને વાળ તૂટવાની સમસ્યા ઘટાડે છે.
આદું અને ડુંગળીના રસનું કોમ્બિનેશન વાળને જરૂરી પોષણ આપવામાં મદદ કરે છે. આમા જિંજેરોલ, મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે, જે બ્લડ ફ્લો વધારવાની સાથે વાળને હેલ્ધી રાખે છે.
આદું અને ડુંગળીનો રસ લગાવવાથી સ્કેલ્પ અને વાળમાં આવતી ખંજવાળ અને એલર્જીમાં ખૂબ જ રાહત મળે છે. આને લગાવવાથી સ્કેલ્પની ગંદકી સાફ થાય છે, જેનાથી ખંજવાળ, એલર્જી અને બળતરામાં રાહત મળે છે.