ચહેરા પરથી પિમ્પલ્સ હટાવવા આ રીતે લીમડાનો ઉપયોગ કરો, પછી જુઓ ચમત્કાર


By Sanket Parekh12, Apr 2023 02:45 PMgujaratijagran.com

લીમડામાં પોષક તત્ત્વો

એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ, એન્ટીઑક્સિડન્ટ, એન્ટીમાઈક્રોબિયલ, કેલ્શિયમ અને ફ્લેવેનોઈડ્સ

લીમડો અને મધ

લીમડા અને મધનો એકસાથે ચહેરા પર ઉપયોગ કરવાથી પિમ્પલ્સમાં ઘણી રાહત મળે છે. આ માટે લીમડાના પત્તાને પીસીને તેમાં મધનું મિશ્રણ કરીને પેસ્ટ બનાવવી જોઈએ. આ લેપને પિમ્પલ્સ વાળી જગ્યા પર લગાવો.

લીમડો અને એલોવેરા

લીમડો અને એલોવેરાનો એકસાથે ઉપયોગ કરવાથી પણ પિમ્પલ્સમાં આરામ મળે છે. આ માટે લીમડાના પાવડરમાં ફ્રેશ એલોવેરા જેલ મિક્ષ કરીને ચહેરા પર લગાવવી જોઈએ.જેનાથી પિમ્પલ્સમાં રાહત મળે છે.

લીમડો અને ગુલાબજળ

લીમડાના પત્તા સાથે ગુલાબ જળનું મિશ્રણ કરીને ચહેરા પર લગાવવાથી સ્કીન હાઈડ્રેટ થાય છે. આ સાથે પિમ્પલ્સમાંથી પણ રાહત મળે છે.

લીમડો અને બેસન

લીમડાના પત્તાના પાવડરમાં ચણાનો લોટ મિક્ષ કરીને તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો. જે બાદ 15 મિનિટ પછી ચહેરો ધોઈ નાંખો. આમ નિયમિત કરવાથી પિમ્પલ્સની સમસ્યા મહદઅંશે ઓછી થઈ જશે.

લીમડો અને દહીં

લીમડા અને દહીનું કૉમ્બિનેશન પિમ્પલ્સ માટે લાભદાયક છે. આ માટે લીમડાના પત્તાને પીસીને તેમાં દહી અને ગુલાબજળનું મિશ્રણ કરો અને પછી ચહેરા પર લગાવી દો. આમ કરવાથી ચહેરા પરની ગંદકી દૂર થશે.

કિડનીમાં સોજો આવવા પાછળ આ કારણો હોઈ શકે છે જવાબદાર, જાણી લો