કિડનીમાં પથરી થવાથી અનેક વખથ યૂરેટર બ્લોક થવાના કારણે પેશાબ પરત કિડની સુધી પહોંચે છે. જેનાથી કિડનીમાં સોજો અને દુ:ખાવો થાય છે.
બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં અનેક વખત બેક્ટેરિયા પેશાબ માર્ગે કિડની સુધી પહોંચી જાય છે. જેના કારણે પણ કિડનીમાં સોજો આવી શકે છે. જેને નજરઅંદાજ કરવો પાઈલોનેફ્રિટીસની સમસ્યાનું કારણ બની શકે છે.
અનેક વખત પહેલાથી કિડનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોવાના કારણે પણ સોજો થઈ શકે છે. જો તમારા પરિવારમાં પણ કોઈને કિડની સાથે સંકળાયેલી સમસ્યા રહી હોય, તો સંભવ છે કે તમને પણ આવું થયું હોય
બ્લડ ક્લૉટિંગ હાર્ટ માટે નુક્સાનદાયક હોવાની સાથે-સાથે કિડની માટે પણ ખતરનાક હોય છે. આ સ્થિતિમાં પણ અનેક વખત કિડનીમાં સોજો આવી શકે છે.
લોહીમાં પૉટેશિયમની કમીના કારણે પણ કિડની સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. એવામાં કિડનીમાં સોજાની સમસ્યા આવી શકે છે. જેનાથી બચવા માટે શરીરમાં પોટેશિયમનું બેલેન્સ જાળવી રાખવું જોઈએ.