વારંવાર ટોયલેટ આવવા પર કરો આ ઉપાય


By hariom sharma12, Apr 2023 08:00 AMgujaratijagran.com

ખૂબ જ પાણી પીવો

ઝાડાની સમસ્યા થવા પર શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે, જેના કારણે તમારી તબિયત વધુ ખરાબ થવા લાગે છે. વારંવાર ટોયલેટની સમસ્યા થવા પર ભરપૂર માત્રામાં પાણી પીવું જોઇએ.

આદુંનું સેવન

આદુંમાં ઘણાં પ્રકારની ઔષધીય ગુણ રહેલા હોય છે, જે પેટને લગતી સમસ્યાઓમાં ઘટાડો કરે છે. ઝાડાની સમસ્યામાં આદુંનું સેવન અથવા આદુંની ચા પીવી તમારા માટે ફાયદાકાર બની શકે છે.

મીઠા અને ખાંડનું પાણી

વારંવાર ટોયલેટ આવવા પર શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે. ખાંડ અને મીઠાનું મિશ્રણ અથવા ORS શરીરમાં પાણીની ઉપણ પૂરી કરે છે, સાથે તમને ભરપૂર એનર્જી પણ આપે છે.

અજમાનું સેવન

પાચન સારી રીતે ન થવાના કારણે બ્લોટિંગ અને ઝાડા જેવી સમસ્યા થવા લાગે છે. અજમાના સેવનથી પાચન સુધરે છે અને તેને શેકીને પાણી સાથે ખાવાથી ઝાડામાં પણ રાહત મળે છે.

કેળાનું સેવન

વારંવાર ઝાડાની સમસ્યા થવા પર કેળાનું સેવન તમારા માટે ફાયદાકારક બની શકે છે. કેળામાં રહેલા પેક્ટિન અને ફાયબર પેટને સ્વસ્થ રાખે છે, જેનાથી બ્લોટિંગ અને ઝાડાની સમસ્યાથી આરામ મળે છે.

મોઢાની કડવાસ દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાય