ઘણી વાર ઓરલ હાઇજીનનું ધ્યાન ના રાખવાથી મોઢાનો સ્વાદ ખરાબ થવાની સમસ્યા થઇ શકે છે. દાંત અથવા જીભ સારી રીતે સાફ ના કરવાથી તેના ઉપર એક થર જામી જાય છે, જેનાથી મોઢાનો સ્વાદ બદલાઇ શકે છે.
મોઢાની કડવાસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરા ખાવાની સાથે તેનો જ્યૂસ પણ પી શકો છો. આમા રહેલા તત્ત્વો મોઢાના હાનિકારક બેક્ટેરિયાને મારીને મોઢાની કડવાસ ઓછી કરી શકાય છે.
મીઠાના પાણીના કોગળા કરવાથી મોઢાનો બગાડ અને કડવાસ ઓછી થાય છે. આ માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી મોઢાનું પીએચ લેવલ બેલેન્સ રહેવાની સાથે હાનિકારક બેક્ટેરિયા પણ ઘટે છે.
મોઢાની કડવાસ મટાડવા માટે તમે તજનો ઉપયોગ કરી શકો છો. આ માટે ગરમ પાણીમાં તજ અને મધ મિક્સ કરો. તમે તજની ચા પણ પી શકો છો. આનાથી મોઢાનો સ્વાદ બદલાય છે.
મોઢાની કડવાસ ઓછી કરવા માટે હળદરનો ઉપોયગ કરી શકો છો. આ માટે હળદરમાં થોડું લીબુંનો રસ મિક્સ કરો અને દાંતો પર લગાવો. તમે હળદરના પાણીથી કોગળા પણ કરી શકો છો.