શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે છે? શું સાવચેતી રાખવી


By hariom sharma12, Apr 2023 07:30 AMgujaratijagran.com

શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે છે?

મીઠી હોવાથી આ કેલેરીથી ભરપૂર હોય છે. જે શુગર લેવલને વધારે છે, પરંતુ આમા ફાયબર અને એન્ટિઓક્સિડેન્ટ પણ રહેલા છે જે શુગરને મેનેજ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ વધુ માત્રામાં કેરી ના ખાવી જોઇએ.

કેટલી માત્રામાં ખાવી

તમે કેરીને વર્કઆઉટ કર્યા પછી અને ખાવાની સાથે પણ ખાઇ શકો છો, પરંતુ કેરીની એકથી બે સ્લાઇસ જ ખાવી.

કાચી કેરી ખાવ

પાકી કેરી મીઠી હોય છે જે શુગર લેવલને વધારી શકે છે. આમા તમે થોડી કાચી કેરીનું સેવન કરી શકો છો.

બીજા કોઇ ફળ ના ખાવ

ડાયાબિટીસના દર્દીઓ જે દિવસે કેરીનું સેવન કરે તે દિવસે બીજા કોઇ ફળ ના ખાવા. આનાથી શુગર લેવલ વધી શકે છે.

વોક કરો

ડાયાબિટીસના દર્દીઓ જો કેરી ખાય છે તો તેમને રોજ વોક કરવું જોઇએ. વોક કરવું તમારા શરીર માટે અન્ય ઘણી રીતે ગુણકારી હોય છે.

પ્રોટીન લો

ડાયેટને બેલેન્સ કરવા ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાવાની સાથે પ્રોટીનની માત્રા વધુ લો. આ માટે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ડાયેટમાં લો.

શુગર ચેક કરો

ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાતા પહેલાં શુગર ચેક કરવું. જો શુગર વધારે હોય તો કેરી ના ખાવી જોઇએ.

રૂટ કેનાલ કરાવ્યાં બાદ આ 5 વાતોનું રાખો ધ્યાન