રૂટ કેનાલ પછી કઠણ અને ખાંટી વસ્તુઓનું સેવન ના કરવું જોઇએ. ડ્રાઇ ફ્રૂટ્સ, ખાંટા ફળ, પાન-સોપારી જેવી વસ્તુઓના સેવનથી દૂર રહો. આ સ્વસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
રૂટ કેનાલ પછી તમે ઓરલ હેલ્થ પર વધુ ધ્યાન આપો, દાંત અને જીભને સારી રીતે સાફ કરો. ભોજન કર્યા પછી સારી રીતે કોગળા કરો જેનાથી દાંતમાં રહેલા ખોરાકના કણ ના ફસાય અને મોઢામાં બેક્ટેરિયા ના રહે.
દાંતમાં કોઇ પણ પ્રકારના લક્ષણો દેખાય અથવા તો દુખાવો થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. રૂટ કેનાલ કરાવ્યાં પછી થોડી પણ બેદરકારી ઘાતક બની શકે છે.
રૂટ કેનાલ બાદ અનાજના ફસાયેલા કણોના કારણે દાંતમાં દુખાવો અને સોજાની સમસ્યા થઇ શકે છે. ખોરાક લીધા બાદ ડેન્ટલ ફ્લોસનો ઉપયોગ જરૂર કરો જેનાથી દાંતોમાં કોઇ પણ પ્રકારની સમસ્યા ના થાય.
રૂટ કેનાલ કરાવ્યાં પછી દાંતને વારંવાર ટચ ના કરો. આવું કરવાથી કેપિંગ નીકળવાની શક્યાતા રહે છે, જેના કારણે સોજા અને દુખાવાની સમસ્યા થઇ શકે છે.