બ્રેડને ફ્રીઝમાં મૂકી રાખવાથી તે જલ્દી સૂકાઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. આટલું જ નહીં વાસી બ્રેડ ખાવાથી તમને ડાઈઝેશન જેવી સમસ્યા થઈ શકે છે.
ચૉકલેટમાં નેચરલ ફેટ હોય છે. ફ્રીઝમાં ચૉકલેટ રાખવાથી તેના પર સફેદ લેયર જમા થઈ જાય છે. જેનાથી હેલ્થને તો નુક્સાન થાય છે અને ટેસ્ટ પણ બગડે છે.
મધને ફ્રીઝમાં રાખવાથી તેના પર ક્રિસ્ટલ બનવા લાગે છે. જે તમારી હેલ્થને ખૂબ જ નુક્સાન કરે છે. મધને હંમેશા કાચના એર ટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરવું જોઈએ.
ટોમેટો સોસમાં ખૂબ જ પ્રિજવેટિવ હોય છે. જે તેને જલ્દી ખરાબ થવાથી બચાવે છે. આથી તેને કારણવિના ફ્રીઝમાં રાખવાની જરૂર નથી.
કેળાને ફ્રીઝમાં રાખવાથી તે જલ્દી કાળા પડી જાય છે. ફ્રીઝમાં રાખેલા કેળા ખાવાથી તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. આથી તેને ક્યારેય ફ્રીઝમાં ના રાખવી જોઈએ.
બટાટાને ફ્રીઝમાં રાખવાથી તેમા રહેલ સ્ટાર્ચ સુગરમાં ફેરવાઈ જાય છે. આવા બટાકાને પકવવાથી તેમા એક્રાયલામાઈટ નામનું હાનિકારક કેમિકલ રિલીઝ થાય છે, જે સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડે છે.
પીનટ બટરને પણ ફ્રીઝમાં ના રાખવું જોઈએ. આમ કરવાથી તે સૂકાઈ જાય છે અને તેનો ક્રીમી સ્ટ્રક્ચર ખરાબ થઈ જાય છે. જેના કારણે તે બ્રેડ પર ઠીકથી લાગી નથી શકતુ.