અનિદ્રાની સમસ્યા દૂર કરશે આ મસાલા, જાણો તેનો ઉપયોગ


By hariom sharma10, Apr 2023 07:54 PMgujaratijagran.com

મેથીનું પાણી

આયર્ન, ઝિંક અને વિટામિન જેવા ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર મેથી તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. આ માટે મેથી થોડો સમય પાણીમાં પલાળીને રાખો ત્યાર બાદ તેનું સેવન કરો.

જીરાનું પાણી

જીરાના પાણીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઇ શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં જીરું નાખીને ઉકાળો. પાણીનો રંગ બદલાવા પર તેને ગાળીને સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.

ફુદીનાનું પાણી

પોષકતત્ત્વોથી ભરપૂર ફુદીનાનું પાણી શરીરને હેલ્ધી રાખવાની સાથે તમારી ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં ફુદીનાનાં પત્તા ઉકાળીને સેવન કરો.

જાયફળ

જાયફળમાં સેલેનિયમ, કોપર, વિટામિન સી અને બીટા કેરોટીન જેવા પોષકતત્ત્વો રહેલા છે. આ માટે જાયફળને તમારા ડાયેટમાં સામેલ કરીને રાત્રે નિરાંતની ઊંઘ લઇ શકો છો.

અજમો

અજમાનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, સાથે મગજ પણ શાંત રાખી શકો છો. આ માટે અજમો ચાવવો અથવા ચા બનાવીને પીવો. આનાથી ઊંઘ સારી આવી શકે છે.

ખાલી પેટ ઉલટી આવવા પાછળ આ 5 કારણો હોઇ શકે છે