શરીરમાં પાણી ઉણપ હોવાથી મોં સૂકાવું, માથામાં દુખાવો અને ગભરામણ જેવી સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી આવી સ્તિથિ રહેવા પર ચક્કર આવવાની સાથે ઉલટી પણ થઇ શકે છે.
રાત્રે દારૂ પીને ઊંઘવાથી સવારે ઉલટી આવવાનું કારણ બની શકે છે. આમા શરીરના હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે, જેનાથી સવારે ઉઠ્યા પછી ડિહાઇડ્રેશન થાય છે અને ઉલટી આવી શકે છે.
તણાવ શરીરની અન્ય સમસ્યાઓનું કારણ બનવાની સાથે સાથે ખાલી પેટ ઉળટી આવવાનું કારણ પણ હોઇ શકે છે. આવી સ્થિતિમાં હોર્મોન્સનું સ્તર બદલાઇ શકે છે, જેનાથી ઉલટી થવાની સમસ્યા સર્જાય છે.
ઘણી વાર લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી એસિડ રિફ્લક્શન અથવા છાતીમાં બળતરા થાય છે, જેના કારણે ખાલી પેટ ઉલટી જેવી સમસ્યા થઇ શકે છે.
ડાયાબિટીક દર્દીઓમાં ઘણી વાર ખાધા વગર ઉલટી આવવાની સમસ્યા જોવા મળે છે. શરીરમાં બ્લડ શુગર લો થવાના કારણે થાક, ચક્કર આવવાની સાથે સાથે ખાલી પેટ ઉલટી પણ થઇ શકે છે.