ઉનાળાની ઋતુમાં ઘણાં લોકો લૂથી બચવા માટે અલગ-અલગ પ્રકારના ઠંડા પીણાનું સેવન કરે છે.
શેરડીનો જ્યૂસની તાસીર ઠંડી હોવાથી તે ઉનાળાની ઋતુમાં ફાયદાકારક છે.
ઉનાળામાં શેરડીનો રસ પીવાના ફાયદા અંગે જણાવીએ.
શેરડીમાં રહેલાં હેપાટોપ્રોટેક્ટિવ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ઇમ્યુનિટી મજબૂત કરવાનું કાર્ય કરે છે.
શેરડીના રસમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. જે લીવરને ડિટોક્સીફાઇ કરવામાં સહાયક માનવામાં આવે છે.
શેરડીના રસમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જે શરીરને ઉર્જાવાન બનાવે છે.
એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર શેરડીનો રસ ત્વચા માટે ગુણકારી છે.
શેરડીનો રસ પીવાશી માત્ર ફ્રી રેડીકલ્સની અસર ઓછી થાય છે. જેનાથી આપણે ખતરનાક કિરણોથી બચી શકાય છે.
શેરડીના રસમાં એવાં ગુણ હોય છે જે તમને કેન્સરથી બચાવે છે. શેરડીનો રસ પીવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.