આ બધા ખોરાક છે નેચરલ બ્લડ પ્યોરીફાયર આજથી શરુ કરો આનું સેવન


By Smith Taral25, Feb 2024 06:07 PMgujaratijagran.com

લસણ

લસણમાં એવા તત્વા રહેલા હોય છે જે બલ્ડ સરક્યુલેશનને સુધારે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડીને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

બીટ

બીટરૂટ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે જે લીવર કાર્યમાં મદદ કરે છે, આ સાથે ડીટોક્સીફીકેશનમા મદદ કરી બલ્ડ સરક્યુલેશનમાં સુધારો કરે છે.

ગ્રીન્સ વેજીસ

પાલક અને કાલે જેવી શાકભાજીમાં ક્લોરોફિલ હોય છે, જે લોહીને શુદ્ધ કરવામાં અને તેમા રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે

હળદર

એન્ટી ઈન્ફલામેટરી ગુણધર્મો સાથે આવતુ હળદર એન્ટીઑકિસડન્ટ સાથે સ્વાસ્થ્યમાં મદદરુપ બને છે અને ડીટોક્સીફીકેશનને સારુ કરે છે

લીંબુ

લીંબુમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે

આદુ

આદુ બલ્ડ સરક્યુલેશનને સારુ કરવામાં મદદ કરે છે અને લીવરના કાર્યમાં મદદ કરે છે આ સિવાય લોહીમાંથી ઝેર તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી ચા લોહીને શુદ્ધ કરવામાં અને તમારા ઓવરઓલ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

બેરી

બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી જેવા બેરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઘણા સારા બ્લડ પ્યારીફાયર માનવામાં આવે છે

તમારા ભોજનમાં આ વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરવાથી તમારા સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલને તમે સારુ બનાવી શકો છો.

જાણો લવીંગના સેવનથી મળતા આ સ્વાસ્થ્ય લાભો