લવિંગને ઘણી રીતે ઉપયોગ લઈ શકાય છે તે મસાલા તરીકે સ્વાદ ઉમેરે છે અને સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. ઘણા વર્ષોથી લવિંગનો લોકો રસોઈમાં અને દવાઓમાં ઉપયોગ કરતા આવ્યા છે. ચાલો જાણીએ લવીંગના કેટલાક સ્વાસ્થ્ય લાભો
લવિંગ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે શરીરને ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. આ સાથે હૃદય રોગ અને કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને પણ ઘટાડે છે.
લવિંગમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણો રહેલા હોય છે, જે શરીરમા ઈન્ફાલામેશનને ઘટાડવામાં મદદ કરે છે
તેના એન્ટિમાઇક્રોબાયલ ગુણોને કારણે દાંતની સારવાર માટે ઘણા ઉપયોગી છે . લવીંગ એવા બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે દાંતમાં સડો અને પેઢાના રોગો માટે જવાબદાર હોય છે
લવિંગ પાચનમા મદદરુપ થતા એન્ગઝાઈનવને ઉત્પાદનમાં ઉત્તેજીત કરીને પાચનમાં મદદ કરે શકે છે
લવિંગની એન્ટી ઈન્ફલામેટ ઈફેક્ટને કારણે ઉધરસ, શરદી અને અસ્થમા જેવી શ્વસન સંબધિત સમસ્યાની સારવારમા મદદ કરે છે
કેટલાક અભ્યાસો બતાવે છે તે લવીંગ બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે તેમને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક બનાવે છે.
દાંતના દુઃખાવા, માથાનો દુખાવો અને મસલ પેઈન જેવી સ્થિતિમાં લવિંગ તેલનો ઉપયોગ ઘણીવાર થાય છે.
એન્ટીઑકિસડન્ટો અને એન્ટિમાઇક્રોબાયલ જેવા ગુણોથી સ્જ્જ લવિંગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે