Yoga Day: શરીરને લચીલુ બનાવે છે આ 7 યોગાસન


By Sanket M Parekh15, Jun 2023 03:38 PMgujaratijagran.com

કેટ-કાઉ પોઝ

કેટ-કાઉ પોઝનો રોજ અભ્યાસ કરવાથી શરીર લચીલુ બને છે અને હાડકાં મજબૂત બને છે. આ સાથે જ ખભાને પણ મજબૂતી મળે છે.

ઉત્કટાસન

ઉત્કટાસનને ઈંગ્લિશમાં ચેર પોઝ કહે છે. જેનો દરરોજ અભ્યાસ કરવાથી શરીર લચીલુ બનવા સાથે જ પોશ્વર પણ યોગ્ય રહે છે અને મસલ્સ પણ મજબૂત બને છે.

સેતુબંધાસન

સેતુબંધાસન કરવાથી શરીરનું સ્ટ્રેચિંગ થાય છે, જેથી કમર અને હિપની આસપાસના એરિયા ટોન થાય છે અને કમર દર્દમાં રાહત પણ મળે છે.

ભૂજંગાસન

ભુજંગાસન શરીરના ઉપરના ભાગમાં તણાવ પેદા કરે છે. જેથી શરીર લચીલુ બને છે. આના રોજિંદા અભ્યાસથી ચહેરા પર ચમક વધે છે.

ધનુરાસન

ધનુરાસનના રોજિંદા અભ્યાસથી માત્ર શરીર જ લચીલુ નથી બનતુ, પરંતુ વજન પણ કંટ્રોલમાં રહે છે.

અધોમુખ શ્વાનાસન

અધોમુખ શ્વાનાસન સૂર્ય નમસ્કારના 7 આસનો પૈકીનું એક છે. જેનો રોજિંદો અભ્યાસ કરવાથી શરીર લચીલુ બને છે અને કમર દર્દમાં પણ રાહત મળે છે.

મલાસન

મલાસનનો અભ્યાસ પાચન માટે ઉત્તમ મનાય છે. જેનાથી શરીર લચીલુ થવા સાથે જ પીઠ, પેટ અને કમરના દર્દમાં આરામ મળે છે.

ઈંડાની સાથે ક્યારેય ના ખાવી આ વસ્તુઓ, હેલ્થ ઉપર થશે ખરાબ અસર